સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પહોચી વળવા મનપા દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં રોજિંદા કામ કરતા શ્રમિકો માટે ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે કોરોના પોઝિટિવ આવવાનો ભય હોવાથી શ્રમિકો ટેસ્ટિંગ કર્યા વગર જ જતા રહેતા હતા, ત્યારે મનપાના કર્મચારીઓ દ્વારા તેઓને સમજાવી કોરોના ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં દિનપ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રોજિંદા 600થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા નોંધાય રહી છે. મનપા દ્વારા દુકાનદાર, રિક્ષાચાલક, ટેક્સટાઇલ માર્કેટ અને હીરા ઉદ્યોગ સહિત અલગ અલગ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રોજિંદા કામ કરતા શ્રમકો માટે પણ કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોરોના પોઝિટિવ આવવાનો ભય હોવાથી કેટલાક શ્રમિકો ટેસ્ટિંગ કર્યા વગર ચાલતી પકડી હતી, ત્યારે સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા શ્રમિકોને સમજાવી કોરોના રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો.
