ગત તા. 4થી જુલાઈના રોજ વાલિયા પંથકમાં મેઘમહેર
ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી
સિલુડી, કોંઢ, વટારીયા સહિતના ગામોમાં તારાજી સર્જાય
ધારાસભ્ય રિતેશ વસાવાએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી
MLA રિતેશ વસાવાએ અસરગ્રસ્તોને આર્થિક મદદ કરી
ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં વરસેલા ભારે વરસાદ પગલે સિલુડી, કોંઢ અને વટારીયા સહિતના ગામોમાં તારાજી સર્જાય છે, ત્યારે ધારાસભ્ય રિતેશ વસાવાએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ આર્થિક મદદ કરી હતી.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગત તા. 4થી જુલાઈના રોજ બપોરના સમયે ભારે વરસાદના પગલે સિલુડી, કોંઢ અને વટારીયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાય હતી. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નુકશાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ ધારાસભ્ય રિતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, ટીડીઓ, મામલતદાર સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.
જ્યાં અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય રિતેશ વસાવાએ આર્થિક સહાયની મદદ કરી હતી. એટલું જ નહીં, સિલુડી ગામની કાંસ ઊંડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ સાથે ધારાસભ્યએ અસરગ્રસ્તોને અન્ય સહાય કરવાની પણ ખાતરી આપી હતી.
