રાજ્યમાં ૧૪ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

રાજ્યમાં ૧૪ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા
New Update

રાજયમાં આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ ૧૦ જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં “સાયબર આશ્વસ્ત” પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે.

ગૃહ રાજ્ય મંત્રીપ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી એ ટેક્નોલોજીની સદી છે અને ટેક્નોલોજીના માધ્યમ થકી રાજ્યનો કોઇપણ નાગરિક છેતરાય નહિ તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી  વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળરાજ્ય સરકારે સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અવનવા અને હાઇફાઇ કિમિયાઓ અપનાવીને વાઇફાઇની મદદથી સાયબર ક્રાઇમ કરતા ટેક્નોક્રેટ ભેજાબાજ ગુનેગારોને પકડવા માટે  “સાયબર આશ્વસ્ત” પ્રોજેકટ લૉન્ચ કર્યો છે.

સાયબર ઈન્સીડેન્ટ રીસ્પોન્સ યુનિટ અંગે વિગતો આપતાં તેમણે ઉમેર્યું કે, આ યુનિટ સાયબર ફ્રૉડનો ભોગ બનનાર નાગરિકની ફરિયાદની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને, પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદરૂપ થાય છે. આ યુનિટને આજ સુધીમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૮,૩૨૮ નાગરિકોના રૂા.૧૮.૧૧ કરોડ જેટલી રકમ ભોગ બનનારના ખાતામાં પરત જમાં કરાવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સફળતા મળી છે.


રાજ્ય કક્ષાએ સી.આઇ.ડી. ક્રાઇમની કચેરીમાં કાર્યરત સ્ટેટ સાયબર સેલ હસ્તક ૧ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવેલ છે. જ્યારે રાજયના ૪ શહેરો એટલે કે, ૪ કમિશ્નરેટ વિસ્તાર – અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં પણ અત્યાધુનિક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલ છે અને  રાજ્યની ૯ રેન્જ(ક્ષેત્રીય વિભાગ) ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, બોર્ડર રેન્જ, સુરત, વડોદરા, પંચમહાલ-ગોધરા, અમદાવાદ અને જુનાગઢ ખાતે પણ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે. આ સાયબર પોલીસ સ્ટેશનોના વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-૭૦૪ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ પણ સાયબર પોલીસ સ્ટેશનને  કાર્યાન્વિત કરવા માટે  રાજ્યના આણંદ, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, વલસાડ, જામનગર, પોરબંદર, અમરેલી, કચ્છ-પૂર્વ(ગાંધીધામ) અને બનાસકાંઠા એમ કુલ ૧૦ જિલ્લાઓમાં પણ સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કર્યા છે અને આ જિલ્લા કક્ષાના સાયબર પોલીસ સ્ટેશનોના પણ વ્યવસ્થિત અને સુચારૂ સંચાલન માટે જુદા-જુદા સંવર્ગની કુલ-૨૧૮ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.

#Gujarat #pradipsing jadeja #Cyber Police
Here are a few more articles:
Read the Next Article