2 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

New Update
2 જૂનનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ : તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટૅન્શન તથા તણાવમાંથી તમને

રાહત મળશે. ટૅન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર

કરવાનો સમય આવી ગયો છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

કરો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે

રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર

ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર

સરપ્રાઈઝ આપશે.

વૃષભ : આઉટડૉર રમતો

તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક

કરનારાઓની અવગણના કરો. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે

તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ

તક ન આપો. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજનો દિવસ એવા

દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા

જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

મિથુન  : મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. ઝડપથી

નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે

તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો

કેટલાકને રૉમાન્‌ મળવાથી તેમનો જુસ્સો વધશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ

કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા

જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને

વાગશે.

કર્ક : અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક

તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો

નાશ કરનારા હોય છે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને

ઝળકાવશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારા પ્રિયપાત્રથી

દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા

જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે

સિંહ : તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક

મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. તમે તમારી જાતને નવી

રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો

અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના

ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે.

તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી

શકે છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું

પરિણામ આપશે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

કન્યા : સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા

વ્યાયામ કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. પૌત્ર-પૌત્રી તથા

દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન

બુધ્ધિનો ઉપયોગ કરો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા

ચોરી થઈ શકે છે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા

જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે

તુલા : વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત

કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો

જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં

વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે

અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. સાવચેતીભર્યાં પગલાંનો

દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી સાથે આ તમારો

અદભુત દિવસ બની રહેશે.

વૃશ્ચિક  : કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે

વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે

છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. તમારા નવા

પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો

સારો છે. રૉમાન્સમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેટ-સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી

શકે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. તમારા જીવનસાથીની

તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

ધન  : અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા

જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. તમારી

આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં

અંતરાયો ઊભા કરશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ

આનંદથી ભરપૂર રહેશે. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. ઝળહળતો અને

ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે.

તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

મકર : તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. વિવિધ

સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન

ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા

તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા

મહત્વના લોકો ને મળી શકશો. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

કુંભ : તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો

હાથ ધરવા માટે અઢળક સમય મળશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા

સમૃદ્ધિ લાવશે. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર

તાણ વધશે. તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા. તમે જો પ્રવાસને લગતી કોઈ

યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી

રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

મીન : સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો.

આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ

જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારી વધારાની ઊર્જા

તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન

હળવું કરશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો.

અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા

જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ

તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

Latest Stories