/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/25171048/ahm.jpg)
સમગ્ર દેશમાં 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે કરવામાં આવે છે. અને આ દિવસે સમગ્ર દેશમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી તેમને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવે છે. 2020માં આ એવોર્ડ માટે 47 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 3 શિક્ષકો ગુજરાતના છે. આ ત્રણેય શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
2020માં સમગ્ર દેશમાંથી 47 અને ગુજરાતનાં 3 શ્રેષ્ઠ શિક્ષકને પસંદ કરવામાં આવ્યા છે,જેમાં અમદાવાદના અંધજન મંડળ કેમ્પસમાં સેકન્ડરી સ્કૂલ ફોર લાઇનમાં છેલ્લા 32 વર્ષથી સેવા આપનાર શિક્ષિકા સુધા જોશીની શ્રેષ્ઠ શિક્ષિક તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
તેઓ 1987થી તે અંધજન મંડળ સાથે જોડાયેલા છે. જેમાં તેઓ પ્રજ્ઞાચક્ષુ બાળકોને અભ્યાસ કરાવે છે. અને તેમણે કહ્યું કે પ્રજ્ઞાચક્ષુ બાળકોને જેટલું શીખવાડે છે, તેટલું જ તે આ બાળકો પાસેથી પણ શીખે છે.
સુધા જોશીએ પોતાને મળનાર એવોર્ડની ખૂશી વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમને એવોર્ડ મળવાની તેમની ખૂશી કરતાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને ખૂશી વધુ છે અને એક શિક્ષકની સાચી ખૂશી પોતાના વિદ્યાર્થીઓને ખૂશ જોઈને જ થાય છે.