ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ જનમેદનીને સંબોધી હતી. આ સાથે જ તેઓએ જંબુસર 150 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીને બહુમતી સાથે જીતાડવા માટે લોકોને અપીલ પણ કરી હતી.

વિધાનસભાની ચૂંટણી 2022ના પ્રચાર અર્થે મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં ભાજપના સ્ટાર પ્રચારકો આજે જનમેદનીઓને સંબોધન કરવા માટે આવ્યા છે, ત્યારે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા ભરૂચ જિલ્લાની જંબુસર 150 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીના ચૂંટણી પ્રચાર માટે જંબુસર ખાતે આવી પહોચ્યા હતા. જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ જંગી જનસભાને સંબોધી હતી. આ તકે તેઓએ જંબુસર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીને બહુમતી સાથે જીતાડવા માટે જનમેદનીને અપીલ કરી હતી. આ ઉપરાંત તેઓએ ભાજપ સરકારની સિદ્ધિઓને ગણાવી વિરોધી પક્ષ પર આકરા અને શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા.