/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/horoscope-2015.jpg)
મેષ (અ,લ,ઇ) : અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમે જેની દરકાર કરો છો એવી કોઈક નિકટની વ્યક્તિ સાથે સંવાદનો અભાવ આજે તમને હતાશ કરી મુકશે. આજે રૉમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. કોઈપણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.
મિથુન (ક,છ,ઘ) : કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો-પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે-તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો. હા, તમારા જીવનસાથી ખરેખર અદભુત છે.
કર્ક (ડ,હ) : આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. તમે જો િમત્રો સાથે સાંજ બહાર જશો તો ઈન્સ્ટન્ટ રૉમાન્સ તમારી તરફ આવી શકે છે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.
સિંહ : રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.
કન્યા (પ,ઠ,ણ) – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. જો તમારા મગજ પર તાણ હોય- તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો. કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ ઓછો થશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. તમારો ભાગીદારો સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.
તુલા (ર,ત) : આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.
વૃશ્વિક (ન,ય) : તમારી જાતને કોઈક રચનાત્મક કાર્યમાં વાળો.નવરા બેસી રહેવાની તમારી ટેવ તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.
ધન (ભ,ફ,ધ,ઢ) : તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.
મકર (ખ,જ) : કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારા અભિગમમાં ઉદાર બનો અને તમારા પરિવારના સભ્યો સાથે સારી પ્રેમાળ ક્ષણો માણો. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.
કુંભ (,શ,સ,ષ) : અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો.તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સૂલઝાવી શકે છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.
મીન (દ,ઝ,ચ,થ) : મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે.