27 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

New Update
2 જૂનનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) : માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. અન્યોને પ્રભાવિત કરવા વધુ

પડતો ખર્ચ ન કરી નાખતા. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો

છો તે અંગે સાવચેતી રાખજો. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે.

મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે

તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે

ગુસ્સો આવશે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરૂણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર

આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે- એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ

આપશે. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. મોટી

વયના લોકો તથા પરિવારના સભ્યો તમને પ્રેમ અને સંભાળ આપશે. આનંદ આપીને તથા ભૂતકાળની

ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો

દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી

ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે.

મિથુન (ક,છ,ઘ) : સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા

આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. સાંજે

બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. તમારી

ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. કામના સ્થળે

આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે.

કર્ક (ડ,હ) :  ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી

શકો છો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમને

જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને

ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. તમે તમારા

પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રૉમાન્સ ઘેરી વળશે. તમારી રમૂજવૃત્તિ તમારી

મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

સિંહ : તમે નવરાશની લહેજત માણવાના છો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા

નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે.

તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. આજે તમે

કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા

છૂપા ગુણોનો ઉપયોગ કરશો. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

કન્યા (પ,ઠ,ણ) – સંઘર્ષ ટાળો કેમ કે

એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ

પડતા ઉડાઉ થવાનું ટાળો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. કેટલાક

માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક

કરવાની જરૂર. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા

જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

તુલા (ર,ત) :  તમારી શક્તિને પુનઃપ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને

પણ નબળું પાડે છે. તમારે તમરી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં

પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા

આર્થિક સ્થિતિ સુધરશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે.

આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ

મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની

નોંધ લેવાશે. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.

વૃશ્વિક (ન,ય) : કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં.

હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક

ચોક્કસ જ ગુમાવો છો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે.

લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા

ગમે તે કરો. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે.

આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા

જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો.

ધન (ભ,ફ,ધ,ઢ) : આનંદ-પ્રમોદ અને

મોજ-મજાનો દિવસ. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો.

તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી

જોઈએ. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની

ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને

આકર્ષો. તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે.તમારા જીવનસાથી સાથે

એક અદભુત સાંનું આયોજન કરો.

મકર (ખ,જ) : તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે

વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી

રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. પ્રેમ

જીવન ગતિશીલ હશે. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. તમારો

જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

કુંભ : વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી

શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર

કરી શકે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. પત્ની

સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે.

પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ

થવાના અનેક કારણો આપશે. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર

થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે

મીન (દ,ઝ,ચ,થ) : આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે

જે હો તેનો ઉપયોગ પહેલા કરો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે.

તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો

કરશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. કોઈ સ્વાદિષ્ટ

વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ

કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

Latest Stories