/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/horoscope-2015-1-e1572036652529.jpg)
મેષ : માનસિક ભય તમને હતોત્સાહ કરી શકે છે. હકારાત્મક
રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. આર્થિક બાબતોમાં
સુધારો ચોક્કસ થશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ
કરશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. નવા વિચારો ઉત્પાદક હશે. સાનુકૂળ ગ્રહો
તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે
લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.
વૃષભ : તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક
તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પારિવારિક
મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક
સાંજ જોવાય છે. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. કાયદાકીય સલાહ મેળવવા
માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની
અનુભૂતિ તમે આજે કરશો.
મિથુન : આજે ટૅન્શનમુક્ત અને શાંત રહો. આજે તમે મૂડી
આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર
કામ કરવા માટે ધીરાણ માગો. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ
મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. આજે તમે
પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો.
તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ
કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. સારી તથા હચમચાવનારી
ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમને અત્યંત ખુશ કરવા તમારા
જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.
કર્ક : માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ
લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક
સ્વસ્થ મગજ વસે છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પરિવારનું તમામ
દેણું તમે ચૂકવી શકશો. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. આજે તમને એ
વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે.
આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ
શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે તમારા કામની સરાહના થશે.
સિંહ :તબિયત પર ધ્યાન આપવું પડશે. લાંબા ગાળાથી
આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા બાળકોની
સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ
કે તમને સાચો પ્રેમ નહીં મળે. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત
થાય એવી શક્યતા છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. દિવસ દરમિયાન
ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.
કન્યા : તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ
શુકનવંતો દિવસ છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. મિત્રો મદદરૂપ અને
ખાસ્સા ઉપયોગી સાબિત થશે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે ઉચ્ચતમ દેખાવ
અને ઉચ્ચતમ લોકોને મળવાનો દિવસ છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક
લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા
સારો થઈ જશે.
તુલા : પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય
તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે.
યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. આજે તમારી સમક્ષ
આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને
નિર્ણય લેવા તૈયાર કરો. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય-એનાથી તમને ગુસ્સો આવશે
અને તમે કશુંક એવું બોલી જશે- જેની માટે તમને પછીથી પસ્તાવો થશે- આથી બોલતા પહેલા
વિચારજો. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય
છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા
માટે આજે અનેક નવી તકો મળશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર
ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના
શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે
જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.
વૃશ્ચિક : દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજે
કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પરિવારના સભ્ય
ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું
લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે
છે. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. તમે જો શૉપિંગ
માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે
સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું
કોઈ મહત્વ જ નથી.
ધન : કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ
સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે
સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દિવસમાં મોડેથી
નાણાકીય સ્થિતિ સુધરશે. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ
તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ
કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા
સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. વ્યવસાયમાં ગણતરીપૂર્વકનાં પગલાં વળતર
અપાવશે.પ્રૉજેક્ટ સમયસર પૂરા કરવામાં તે તમને મદદ કરશે. નવા પ્રૉજેક્ટ્સ સ્વીકારવા
માટે યોગ્ય સમય છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે.
પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે
ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.
મકર : સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે
છે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને
ક્રોધાવેશમાં લાવી શકે છે. સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો.
તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે
છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે.
તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે.
સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. સંબંધીઓને કારણે તમારી વચ્ચે
તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં
તમે સફળ રહેશો.
કુંભ : આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે
દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. ઝડપથી નાણાં કમાઈ
લેવાની ઈચ્છા તમે ધરાવશો. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યયાન આપવાની જરૂર છે.
પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી
ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. નવા વિચારો ઉત્પાદક હશે. અણધાર્યો
પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમને વિશ્વમાં
સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા
જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.
મીન : તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્તસ્વરૂપે જોવા માગતા
હો એ દિશામાં તમારા વિચારો અને ઊર્જા વાળો. માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો
નથી. તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ
કરતા નથી. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી
કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા બાળકના એવોર્ડ
સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર
ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારો સનાતન પ્રેમ તમારા
પ્રિયપાત્ર માટે નદી સમાન છો. ટીમ બનાવી ને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત
સ્થિતિમાં તમે હશો. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજનો
દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ
તમને આજે થશે.