5 નવેમ્બરનું રાશિ ભવિષ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ- Connect Gujarat

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ : થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. બૅન્કને લગતા

કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં

ટૅન્શન ઘટાડશે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજે શરૂઆતથી

અંત સુધી કામના સ્થળે તમને સતત ર્સ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે. આજના દિવસે

હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારૂં લગ્નજીવન આજે

મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

વૃષભ : ધ્યાન રાહત

લાવશે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે

આર્થિક વળતર પણ લાવશે. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે.

પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. તમે જો એક દિવસની રજા પર જતા હો

તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી

ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી

ઉકેલી લેશો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર

થશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય

વિતાવશો.

મિથુન : દાંતનો દુખાવો

અથવા પેટમાં ગરબડ તમારી માટે સમસ્યા સર્જી શકે છે. તરત રાહત મેળવવા માટે

ફિઝિશિયનની સલાહ લો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર

થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને

સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની

જરૂર છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. તમને ધિક્કારનાર

વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત

બની શકે છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમે તમારા

લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો.

કર્ક : આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમામ જવાબદારીઓ તથા

આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી

અંગત બાબતો શૅર કરતા નહીં. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી

ભરી મુકશે. સાવચેતી રાખો-કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ

રાખજો. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. બધા જ ઝઘડા અને ગેરસમજ

બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી

સભર હોવાનું તમને વાગશે.

સિંહ : તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ

ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે

કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો.

સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. આજે તમે જે

કાર્યક્રમમાં સહભાગી થશો તેમાંથી નવી મિત્રતા વિકસશે. આનંદ આપીને તથા ભૂતકાળની

ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં

મુકવા માટે સારો દિવસ. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે

પોતાની મદદ કરે છે. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

કન્યા : ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને

ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી

આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા

પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને

જણાવી શકે છે. તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રૉમાન્સ ઘેરી વળશે.

કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. આજે જો

તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો.

તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની

અનુભૂતિ થશે.

તુલા : તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા

નહીં. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા

હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ

વધારશે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ

થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. લાભદાયક દિવસ

કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે

પહોંચી ગયા હો એવું અનુભવશો. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે

નારાજ થશો.

વૃશ્ચિક  : તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના

સમયમાં. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત

મળશે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમે રૉમેન્ટિક વિચારો તથા

ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. ભાગીદારીને લગતી તકો સારી જણાય છે, પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો. સામાજિક તથા

ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું

સુંદર ક્યારેય નહોતું.

ધન : લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા

છે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી

મદદ કરશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ

શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે

અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા

છે એવી લાગણી તેમને અનુભવવા દો. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં

તમને ખૂબ મુશ્કેલી પડશે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી

ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની

મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

મકર : મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે

તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ

આર્થિક સ્કીમ્સથી દૂર રહો. દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના

સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા

રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. કામના સ્થળે તમે આજે ખાસ

હોવાની અનુભૂતિ કરશો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમને અને તમારા જીવનસાથીને

પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે.

કુંભ : તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની

વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય

નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. તમે પ્રવાસ કરવાના

તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો.

મિત્રો સાથે કશુંક ઉત્સાહજનક અને મનોરંજક કરવાનો દિવસ. આજે કોઈની છેડતી કરશો નહીં.

આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત ર્સ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે.

ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ

આકાર લેશે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

મીન : તમારૂં સૌથી

પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક

સમસ્યાઓ સર્જી શકે છે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં

પણ વધારો થશે. તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે. આજે કોઈક તમારા

પ્રેમની વચ્ચે આવી શકે છે. વ્યાપાર અને આનંદ-પ્રમોદને ભેગાં કરશો નહીં. તમારો અભિપ્રાય

પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે.

તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

 

Latest Stories