ઓગષ્ટ મહિનાની પ્રથમ તારીખ શનિવારે કેરળમાં મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. ઈડુક્કી અને કોટ્ટાયમ જિલ્લામાં અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે નદીઓ ભયજનક સપાટીએ વહેતા પાણી કાંઠા તોડી બહાર આવી ગયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
અત્યાર સુધીમાં 7 લોકોના મોત નોંધાયા છે, જ્યારે અનેક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 65 રાહત શિબિરો શરૂ કરી છે અને NDRF, ફાયર એન્ડ રેસ્ક્યૂ સહિતની ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગી છે. સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને પ્રશાસને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
