ભરૂચના વાલિયા તાલુકાના ભીલોડ ગામ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત “સેવા મારું યોગદાન” કાર્યક્રમ યોજાયો હતો. ભીલોડની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના વંચિત જૂથના બાળકોને શૈક્ષણિક સહયોગ તેમજ શાળાના નવા નિર્મિત ચાર ઓરડાઓના લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય રિતેશ વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબા રાજ અને ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે શાળાના ચાર નવા ઓરડા તથા નવા ગ્રામ પંચાયત ભવનનું તખ્તી અનાવરણ અને રિબન કટિંગ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ: વાલિયાના ભીલોડ ગામે શાળાના ચાર નવા ઓરડા અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયુ
