ગુજરાતના સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં આજે ધરખમ વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 787 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 659 લોકો કોરોનામાંથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.73 ટકા નોંધાયા છે. જોકે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 308 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10954 પર યથાવત છે.
રાજ્યમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશન 308, સુરત કોર્પોરેશન 57, મહેસાણા 55, વડોદરા કોર્પોરેશન 44, રાજકોટ કોર્પોરેશન 39, સુરત 28,ગાંધીનગર કોર્પોરેશન 25, ભાવનગર કોર્પોરેશન 22, ભરૂચ 21, વડોદરા 21, જામનગર કોર્પોરેશન 19, ગાાંધીનગર 17, કચ્છ 16, પાટણ 16, રાજકોટ 14, વલસાડ 12, મોરબી 10, નવસારી 10, આણંદ 9, અમદાવાદ 7, અમરેલી 6, ખેડા 5, સુરેન્દ્રનગર 5, બનાસકાંઠા 4, અરવલ્લી 3, પોરબંદર 3, ભાવનગર 2, જામનગર 2, સાબરકાંઠા 2, તાપી 2, દાહોદ 1, જુનાગઢ કોર્પોરેશન 1, મહીસાગર 1 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4896 એક્ટીવ કેસ છે જે પૈકી 05 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4891 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,28,864 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 78,862 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,26,39,058 લોકોનું રસીકરણ થયું છે.
