અંકલેશ્વરના ગડખોલનો બનાવ
આનંદવિહાર સોસાયટીમાં બની ઘટના
મહિલાની હત્યાથી સનસનાટી
અજાણ્યો ઇસમ હત્યા કરી ફરાર
બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ગડખોલની આનંદ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઇસમે મહિલાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદવિહાર સોસાયટી, ગડખોલ ખાતે મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદી કિરણ રામસિંગ વસાવેની 39 વર્ષીય બહેન રમિલાબાઈ રામસિંગ વસાવે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી આનંદવિહાર સોસાયટીમાં રહેતી હતી. તા. 10 ઓગસ્ટ 2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી ફરાર થઇ ગયો હતો.
બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.પોલીસે બનાવના સ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.હાલ હત્યા પાછળનું કારણ અને આરોપીની ઓળખ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
