અમદાવાદ ડીઆરઆઈએ ફરીવાર બાતમીને આધારે દુબઈથી આવેલા અમિરાતની ફ્લાઈટના એક પેસેન્જરની બેગમાંથી 4.21 કરોડની કિંમતના 8 કિલો સોનું પકડી પાડ્યું હતું. પેસેન્જરે આ બેગ ડ્યૂટી ફ્રી શોપ માં કામ કરતા કર્મચારીને ગ્રીન ચેનલ પહેલા આપી દેવાની હતી.

એરપોર્ટ ઉતરેલા આ કર્મચારી સોનાનો જથ્થો એરપોર્ટ બહાર કાઢી આપવાનો હતો. ડીઆરઆઈએ બંનેની ધરપકડ સાથે દાણચોરીમાં એરપોર્ટ પર ડ્યૂટી ફ્રી શોપ માં કામ કરતા કર્મચારીઓની સંડોવણી પણ ખૂલી છે.ડીઆરઆઈના પૂછપરછમાં પેસેન્જરને કબૂલ્યું હતું કે તેણે અગાઉ દાણચોરીનું સોનું ગ્રીન ચેનલ પહેલાં એરપોર્ટ પર એક વ્યક્તિને સોંપ્યું હતું. વધુ તપાસમાં ગોલ્ડ મેળવનારની ઓળખ એરપોર્ટ ખાતે ની ડ્યૂટી ફ્રી શોપ માં કર્મચારી તરીકે થઈ હતી. ડ્યૂટી ફ્રી શોપના કર્મચારીની ધરપકડ બાદ તેણે પ્રાથમિક પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે, દાણચોરીના સોનાનું કન્સાઈનમેન્ટ તેને મળવાનું હતું. તેણે અગાઉ પણ સોનાની દાણચોરીમાં મદદ કરી હોવાની કબૂલાત કરી હતી. ડીઆરઆઇ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. તાજેતરમાં ડીઆરઆઈએ રૂ. 2.6 કરોડની કિંમતનું 4 કિલો સોનું જપ્ત કર્યું હતું. છેલ્લા 1 મહીનામાં ડીઆરઈએ એરપોર્ટ સ્ટાફના 3 કર્મચારીઓની ધરપકડ કરી છે.