ભરૂચના હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિજેન્દ્ર બાબુ, જિતેન્દ્ર પટેલ અને મહાવીર જૈન સર ઉપસ્થિત રહ્યા હતા.


મહેમાનો અને શાળા પરિવારની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્યો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. કાર્યક્રમ દરમિયાન ધોરણ 12 કોમર્સમાં 95%થી વધુ ગુણ મેળવી ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર Ms. Meghna T. S.ને પ્રતિષ્ઠિત ચેરમેન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.
