ભરૂચના દહેજ પંથકમાં બે વર્ષની બાળકી સાથે 28 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલામાં પોલીસે આરોપીની ગણતરીના સમયમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચના દહેજ પંથકમાં માનવતાને શર્મસાર કરતી ગંભીર ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવકે પોતાના જ મિત્રની માત્ર બે વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. મિત્રના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી યુવકે આ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે બાળકીની તબિયતને ધ્યાનમાં રાખીને તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેન્દ્રકુમારને ઝડપી પાડ્યો હતો.વધુમાં આરોપીએ બાળકીની માતા પર પણ ખરાબ નજર રાખી હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાલ દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.