રાજ્યમાં ચૂંટાયેલા ધારાસભ્યો હવે પોતાના મતદારોના પ્રશ્ન માટે કાર્યરત થયા છે અને તેના જન સંપર્ક કાર્યાલય ખોલી રહ્યા છે ત્યારે અમદાવાદ અસારવા વિધાનસભાના મહિલા સભ્ય દર્શનાબેન વાઘેલાના હસ્તે જનસંપર્ક કાર્યાલય પ્રારંભ કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં પ્રથમ જનસંપર્ક કાર્યાલય અમદાવાદના અસારવામા શરુ કરવામાં આવ્યું છે. વિસ્તારના નાગરિકોના કામો તેમજ સમસ્યાઓનું આ કાર્યાલયથી નિરાકરણ કરવામાં આવશે. વિધાનસભાના સભ્યએ એક જાહેર કાર્યક્રમમાં પ્રજાને તેમના વતી પુરા પાંચ વર્ષ કામ કરવાની ખાતરી આપી હતી.અમદાવાદ એએમસીના પ્રભારી ધર્મેન્દ્ર શાહે આ જનસંપર્ક કાર્યાલયની વિધિવત શરૂઆત કરી હતી.આમ અમદાવાદની 16 વિધાનસભા બેઠક પૈકી દર્શનાબેન વાઘેલાએ પોતાના મતવિસ્તાર અને મતદાતાઓ માટે જન સંપર્ક કાર્યાલય શરૂઆત કરી છે અને ખાતરી આપી છે કે આવનાર 5 વર્ષ સુધી તેઓ દરેક સમસ્યા પ્રશ્ન અને વિકાસના કામો પ્રત્યે કાર્યરત રહેશે આ પ્રસંગે પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર અને શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા
