સરકાર દ્વારા રૂ.2 હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આજથી વિવિધ બેન્કમાં નોટ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

આજથી બેંકોમાં 2000ના નોટ લેવાની શરૂઆત કરવામાં આવતા લોકો બેંકમાં નોટ જમા કરવા પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારની અફરાતફરીનો માહોલ દેખાયો ન હતો. લોકો સહજતાથી તેમની પાસે જે નોટ હતી તે નોટને ધીરે ધીરે જમા કરાવવા આવતા દેખાયા હતા. પરંતુ તેમની સંખ્યા દરેક બેંક ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભૂતકાળ જેવો માહોલ બેંકમાં જોવા મળ્યો ન હતો. કેસ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો ઊભા રહે એટલા જ લોકો આજે પણ દેખાયા હતા.