ભરૂચ જિલ્લા કોર્ટના પાર્કિંગ વિસ્તારમાં ધામણ પ્રજાતિનો સાપ દેખાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોર્ટ પરિસરમાં હાજર લોકોમાં ભય ફેલાતા ઘટનાની જાણ તરત જ BTET જવાન દ્વારા Wild Life Rescue Trustના પ્રમુખ મુકેશ વસાવાને કરવામાં આવી હતી. જાણ મળતા મુકેશ વસાવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
ભારે ભીડ વચ્ચે તેમણે કુશળતાપૂર્વક ધામણ સાપને પકડી પાડ્યો હતો. બાદમાં સાપને કોઈ ઇજા પહોંચાડ્યા વગર માનવ વસાહતથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.ધામણ પ્રજાતિનો સાપ બિનઝેરી હોય છે અને તે પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને ઉંદર જેવા જીવાતોને નિયંત્રિત કરવામાં આ સાપ મહત્વની ભૂમિકા ભજવે છે.
