અંકલેશ્વરના સેંગપુર ગામના ખાડી ફળીયામાં રહેતો કિરણ ઉર્ફે કિલ્લો ભરત વસાવા પોતાના ઘરે પેટી પલંગમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડ્યો હતો.