-
ભરૂચમાં યોજાયો કાર્યક્રમ
-
કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન
-
આજે પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ
-
શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
-
આગેવાનો અને કાર્યકરો જોડાયા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાલાલ નેહરૂની પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા નેહરુજીના ચિત્રને ફૂલહાર અર્પણ કરી તેમના દેશપ્રેમ, વિકાસકાર્યો અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના જુબેર પટેલ, દિનેશ ખુમાણ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે નેહરુજીના વિચારોને અનુસરવાની અપીલ સાથે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
