ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામ ખાતે પાર્ક કરેલી સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોકેઆ બસમાં બાળકો નહોતાજેથી જાનહાનિ ટળી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામે બંગલાવગા વિસ્તારમાં સવારે સ્કૂલ બસ બાળકોને મુવાલ સ્કૂલમાં મૂકી પરત આવી રહી હતીત્યારે બંગલાવગા સરકારી સ્કૂલના ગેટ સામેની જગ્યામાં બસ મુકી હતીત્યારે અચાનક શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં સ્કૂલ બસમાં આગની લપેટો નીકળવા લાગી હતી. થોડીવારમાં આખેઆખી બસ ભસ્મીભૂત થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરોએ દોડી આવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ ખાસ વાત તો એ કેઆ બસમાં જ્યારે બાળકો નહોતાત્યારે આગ લાગવાની દુર્ઘટના સર્જાય હતીજેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.