અંકલેશ્વર: વકીલ.મંડળની ચૂંટણીમાં એડવોકેટ પી.પી.સોલંકીનો પ્રમુખ તરીકે ભવ્ય વિજય
અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી,જેમાં એડવોકેટ પ્રેમચંદ સોલંકી તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શુક્રવારના રોજ અંકલેશ્વર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી,જેમાં એડવોકેટ પ્રેમચંદ સોલંકી તેમજ એડવોકેટ સમીર વકાણી વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે એ પૂર્વે ઉપપ્રમુખ એ.એસ.લાલ, તરીકે સેક્રેટરી પદમાં પ્રકાશ બેસનવાલા,અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જબી ઉલ્લા શેખ, ખજાનચી તરીકે એચ.સી.મહેતા અને 5 કારોબારી સભ્યો બિનહરીફ રહ્યા હતા.
ચૂંટણી અધિકારી એડવોકેટ વિનોદ પરમાર અને જોઈન્ટ ચૂંટણી અધિકારી આઈ.એમ .સઈદ ની દેખરેખ હેઠળ ચૂંટણીની ગાઈડ લાઈનના પાલન સાથે માત્ર પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણી માં કુલ 212 મતદારો પૈકી 171 મતદાતાએ મતદાન કર્યું હતું. જેની મતગણતરી થતા 107 મત પી.પી સોલંકી ને મળ્યા હતા જયારે સમીર વકાણી ને 57 મત મળ્યા હતા.25 વર્ષ સુધી અંકલેશ્વર વકીલ મંડળ ના પ્રમુખ તરીકે પ્રેમચંદભાઈ સોલંકી રહ્યા બાદ તેઓ છેલ્લા 3 વર્ષથી તેમની પેનલમાંથી પોતાની ઓફિસમાં કામ કરતા એડવોકેટ પ્રકાશ બેસનવાલાને ઉભા રાખી જીતાડી રહ્યા હતા ચાલુ વર્ષે જાતે જ ઉમેદવારી કરતા જ્વલંત વિજય સાથે પુનઃ વકીલ મંડળ ના પ્રમુખ તરીકે વિજય થયા છે.
