ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

શારદીય નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાય

ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ મુલાકાત લીધી

ગરબા ગ્રાઉન્ડમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ-આગેવાનોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજીત 11મા મેગા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આગામી તા. 11 ઓક્ટોબરથી પ્રારંભ થનાર શારદીય નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ-અંકલેશ્વર દ્વારા આયોજિત 11મા મેગા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં 9 દિવસ સુધી જાણીતા લોકગાયક બિરજુ બારોટ અને  તેમનું સંગીત વૃંદ ગરબાની રમઝટ બોલાવશે, ત્યારે આજરોજ અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલ હરીદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલતી કામગીરી અંગે આયોજકોએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

‘આપણી દીકરી-આપણાં આંગણે’ના ઉદ્દેશ્ય સાથે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ દરમ્યાન પરંપરાગત પરિધાનમાં શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે ઈનામ વિતરણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા ખેલૈયાઓને ગરબામાં રમઝટ બોલાવવા માટે વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપ-અંકલેશ્વરના પ્રમુખ સુધીર ગુપ્તા, ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.