ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું
અંકલેશ્વર: નેશનલ હાઈવેની અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, અગનજ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ
નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉનમાં આગ
સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી
વિકરાળ આગના પગલે અફરાતફરીનો માહોલ
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ત્રણ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સ્ક્રેપના ગોડાઉનમાં કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વારંવાર નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ પણ આવા બનાવો અવારનવાર બને છે ત્યારે આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
