• અંકલેશ્વરમાં ફરીએકવાર ચોરીનો બનાવ

  • ગડખોલની માયાનગરી સોસા.માં તસ્કરો ત્રાટકયા

  • મકાનમાંથી રૂ.13.66 લાખના દાગીનાની ચોરી

  • પરિવાર ઉપરના માળે નિંદ્રા માણી રહ્યો હતો

  • બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના  મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર બી- 13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે. ગત તારીખ 12મી મેની રાત્રીએ તેઓ તેમના મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનું તાળુ મારી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મુકેલ રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સવારે તેઓ નીચે ઉતરતા ગ્રાઉન્ડફ્લોરના મકાનનું તાળુ તૂટેલી હાલતમાં હતુ અને અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.આ અંગે તેઓએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ચોરી અંગેની ફરિયાદ નોંધી ફરાર તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કર્યા છે.