ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટી નજીક અન્નપૂર્ણા ફ્લેટની લિફ્ટમાં 6 વર્ષનો બાળક આવી જતા મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારમાં આવેલ શિલ્પી સોસાયટી નજીક અન્નપૂર્ણા ફ્લેટમાં નાનો એવો 6 વર્ષનો માસુમ બાળક એકલો લીફ્ટમાં ઉપરના માળે જઈ રહ્યો હતો. એ દરમિયાન અકસ્માતે લિફ્ટના દરવાજામાં બાળકનું માથું અને પગ આવી જતા તે બેભાન થઈ ગયો હતો. બનાવની જાણ થતા જ પરિવારજનો તેમજ પાડોશીઓએ દોડી આવી બાળકને લિફ્ટમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતોજ્યાં સારવાર દરમિયાન તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના આકસ્મિક મોતના પગલે પરિવારમાં ગમગીની છવાય ગઈ હતી. તો બીજી તરફપોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.