રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતના કાર્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પારદર્શક રીતે પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ભરૂચ જિલ્લા પંચાયતના  પ્રમુખ ડીમ્પલ રાજ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નવનિયુક્ત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.