-
હાંસોટના ઇલાવ ગામે આવેલુ છે મંદિર
-
સોનબાઇ માતાજીના મંદિરનો જીણોદ્ધાર
-
મંદિરે કરવામાં આવી ચાલાન વિધિ
-
આગામી સમયમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા
ભરૂચ: હાંસોટના ઇલાવ ગામે 114 વર્ષ જુના સોનબાઇ માતાજીના મંદિરનો કરાશે જીણોદ્ધાર, ચાલન વિધિ કરવામાં આવી
ઇલાવ ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી. ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે... ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જુના સોનબાઇ માતાજીના મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવશે ત્યારે આજરોજ માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ 114 વર્ષ જૂના સોનભાઈ માતાજીના મંદિરનો જીણોદ્ધાર હાથ ધરવામાં આવ્યો છે. આ અંતર્ગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની મૂર્તિની ચાલાન વિધિ કરવામાં આવી હતી.ચાલાન વિધિમાં દેવોની પ્રતિમામાંથી તત્વ ગ્રહણ કરવામાં આવે છે.ગામના તળાવની પાળ પર આવેલ આ પ્રાચીન મંદિર ખાતે ગામના ભુદેવ ધનેન્દ્ર વ્યાસજી, શાસ્ત્રી ધવલ વ્યાસજી સહિતના વિપ્રવૃંદ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવવામાં આવી.
આ ધાર્મિક પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.માતાજીની પ્રતિમા ઉઠાવવામાં આવી ત્યારે તેના નીચેમાંથી વર્ષ 1912ના સમયના સિક્કાઓ મળી આવતા મંદિરના ઐતિહાસિક મહત્વની પુષ્ટિ થઈ હતી અને ભક્તોમાં ભાવનાત્મક લાગણી જોવા મળી હતી. આવનારા સમયમાં અહીં ભવ્ય નવા મંદિરનું નિર્માણ કરવામાં આવશે તેમજ બાદમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
