🔴 Breaking
ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !ભરૂચ: હોટલ શાલીમારની છાજલી ધરાશાયી થતાં દોડધામ,સ્માર્ટ બજાર તરફ જવાના માર્ગ પર અચાનક છાજલી તૂટી પડતાં અફરાતફરીભરૂચ: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી,જન જાગૃતિ રેલી યોજાઈભરૂચ: માહિતી અધિકાર સપ્તાહ અંતર્ગત વર્ચ્યુઅલ પરિસંવાદ યોજાયો, 4 જિલ્લાના કલેકટરો જોડાયાભરૂચ: વાલિયાના ડહેલીની શારદા વિદ્યામંદિર ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયુઅંકલેશ્વર : પિતૃશ્રાદ્ધ નિમિત્તે માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટનું સેવાકાર્ય, ગાયત્રી કન્યા છાત્રાલય-માંડવાની દીકરીઓને ભોજન કરાવાયુંભરૂચ : આમોદમાં પાલિકાનું રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, 5થી 6 પશુઓ પાંજરે પુરાયા…કચ્છ : ખાવડા-આરી માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો, બોલેરો-ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત…ભરૂચ: સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર કબીરવડનો હોડી ઘાટ બંધ, મંગલેશ્વર ગ્રામ પંચાયત અને સંચાલક વચ્ચે વિવાદ !
ગુજરાત

અંકલેશ્વર: દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી રૂ.2 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, ટ્રકમાં ચોખાની ગુણની આડમાં કરાતી હતી હેરાફેરી

પુનગામ નજીકથી પોલીસે ચોખાની ગુણની આડમાં સંતાડીને લઇ જવાતા રૂ.2 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી રૂ.2 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, ટ્રકમાં ચોખાની ગુણની આડમાં કરાતી હતી હેરાફેરી

  • અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને મળી સફળતા

  • વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

  • એક્સપ્રેસ વે પરથી દારૂ ઝડપી પાડ્યો

  • રૂ.2 કરોડની કિંમતનો દારૂ જપ્ત

  • ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી હતી.પોલીસે ચોખાની ગુણની આડમાં સંતાડીને લઇ જવાતા રૂ.2 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ વે પર ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ચોખાની ગુણની આડમાં સંતાડી લઈ જવાતો રૂ. 2.6 કરોડની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતાં અંદરથી 33 હજાર નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
દારૂ ચોખાની બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય.ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર જેરામ મેગવાલ અને ક્લીનર મુકેશ મેગવાલની ધરપકડ કરી છે. ટ્રક અને ચોખા સહિત કુલ રૂ. 2.24 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને વાંસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો. પોલીસથી બચવા માટે આરોપીઓએ દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.