સોમવારે GIFT સિટીમાં GIFT Economic Forum 2026 યોજાઈ. ન્યૂઝ કેપિટલ નેટવર્ક દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ડંકાની ચોટ પર ગુજરાતની નવી ચેનલ ન્યૂઝ કેપિટલ માર્કેટનો શુભારંભ કરાવ્યો. આ સાથે જ GEFમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા સહિત મંત્રી કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, મનીષા વકીલ સહિત મહાનુભાવો હાજર રહ્યા. 

News Capital Market

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ કેપિટલ માર્કેટ ચેનલ લોન્ચ કરી પ્રાસંગિક ઉદબોધનમાં પોતાના ભાષણને હળવા અંદાજમાં શરૂઆત કરતાં ગંભીર વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે તો બિઝનેસમાં શેરબજાર ડાઉન છે. એની જેમ દરેક પળ આપણા હાથની બાજી ન હોય તો બહુ દુ:ખી થવું નહીં, આપણા હાથમાં જે નથી એમાં દુ:ખી થવાનું નથી. એક થઈ પહોંચી વળીએ, સૌ સાથે વળી પહોંચી વળીએ. ગમે તે પરિસ્થિતિ આવે ડર્યા વગર બહાર નીકળીએ, પહેલા પણ બહાર નીકળ્યા હતા અને આગળ પણ બહાર નીકળીશું.સીએમના સંબોધન બાદ મંત્રીઓ અને જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મહત્વના મુદ્દાઓ પર રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.