માણાવાવમાં સિંહણને કર્યો બાળક પર હુમલો

પાંચ વર્ષીય બાળકનું નીપજ્યું કરૂણ મોત

ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવારના બાળકનું મોત

સિંહણના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભય

સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ   

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુ:ખદ ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. 

અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની દુ:ખદ ઘટના સામે આવી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની સીમ વિસ્તારમાં સિંહણના હુમલામાં પાંચ વર્ષીય બાળકનું કરૂણ મોત થયું છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

માણાવાવ ગામની સીમમાં રામકુ વલકુભાઈ વાળાની વાડીમાં મજૂરી કામ કરતા ઈશ્વર કટારાનો પાંચ વર્ષીય દીકરો ધવલ રમતો હતો. આ દરમિયાન અચાનક એક સિંહણે બાળક પર હુમલો કર્યો હતો. સિંહણના હુમલાથી બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વન વિભાગ દ્વારા હુમલો કરનાર સિંહણને પકડવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આસપાસના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.આ બનાવ બાદ માણાવાવ અને આસપાસના ગામોમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ વનવિભાગ પાસે સિંહણને વહેલી તકે પકડવા અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી છે.