• ચૂંટણી અગાઉ રાજકારણમાં ગરમાવો

  • શહેર કોંગ્રેસ પ્રમુખનો ઘેરાવો

  • વોર્ડ-1ના યુવાનોએ સલીમ અમદાવાદીનો ઘેરાવો કર્યો

  • નગરપાલિકાની ચૂંટણીમાં ટીકીટની કરી માંગ

  • વિડીયો થયો વાયરલ

ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનોએ નગર સેવા સદનની ચૂંટણીમાં ટીકીટની માંગ સાથે ઘેરાવો કર્યો હતો જે અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
ભરૂચ શહેરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ 
સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 1ના યુવાનો નગર સેવા સદનની આવનારી ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટની માંગ સાથે પ્રમુખને મળવા પહોંચ્યા હતા. યુવાનોનું કહેવું છે કે તેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે અને પાર્ટીમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.જો કે, યુવાનોનો આક્ષેપ છે કે પ્રમુખ સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર જ સ્થળ છોડ્યું હતું જેના કારણે  યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.