• અંકલેશ્વરમાં ચૂંટણીનો ધમધમાટ

  • ચૂંટણી માટે ફોર્મ ભરાવાના શરૂ

  • અંકલેશ્વરમાં ફોર્મ ભરાયા

  • નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

  • વોર્ડ 8ના ઉમેદવારોને જીતનો વિશ્વાસ

અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ આજે પ્રાંત અધિકારીની કચેરી ખાતે તેમના ઉમેદવારી પત્રો ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ અંકલેશ્વરમાં ઉમેદવારી પત્રો ભરવાના આજથી શ્રીગણેશ થયા હતા. નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માટે ઉમેદવારો દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાંથી જહાંગીર પઠાણ, બખતીયાર પટેલ, સીતા વસાવા અને શબનમ મલેકે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.ઉમેદવારો દ્વારા કોંગ્રેસ પક્ષની જીત અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને બખતીયાર પટેલે ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી અને ત્યારબાદ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું.ચૂંટણીની તારીખો નજીક આવતાં જ અંકલેશ્વરમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે