રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારીને સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કેતે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથીતેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે.

વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છેપરંતુ રમતી વખતે હું માત્ર બોલ પર જ ધ્યાન આપું છું”. આ મેચમાં તેણે હેઝલવુડને ખાસ નિશાને લીધો હતો અને સતત 4 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકારીને મેચનો આખો રૂખ બદલી નાખ્યો હતો. તેની આ ઇનિંગને કારણે RCBના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.

નાની ઉંમરે મોટી સફળતા મળવા છતાં વૈભવ જમીન સાથે જોડાયેલો છે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય પિતા સંજીવ અને ટીમના સપોર્ટ સ્ટાફ રોમી ભીંડરને આપ્યો હતો. આ બંને તેને સતત યાદ અપાવતા રહે છે કે ક્રિકેટ એક લાંબી યાત્રા છે અને માત્ર રમત પર જ ફોકસ જાળવી રાખવું જોઈએ.