• અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન

  • રાહતદરે નોટબુકનું કરાય રહ્યું છે વિતરણ

  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ લેવા અપીલ

  • ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સેવા કાર્યો

અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકાર્યો કરવામાં આવે છે, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર-હાંસોટ તાલુકાના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાહત દરે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સમાજની ઉન્નતી માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાએ અપીલ કરતાં જણાવ્યુ હતું કે, અંકલેશ્વર-હાંસોટ તાલુકાના જે વિદ્યાર્થીઓને ભણવા માટેના ચોપડાની આવશ્યકતા હોય, તેવા વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલાના ધોરણે ચોપડા મેળવવા ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી શકે છે.