દિગ્ગજ ટેક કંપની Xiaomi એ તેની અદ્યતન ‘Xiaomi TV S Mini LED Series 2026’ ને ભારતીય બજારમાં ઉતારી દીધી છે. આ નવી સિરીઝના ટીવી માટે વિજય સેલ્સ (Vijay Sales) પર પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ટીવી સિરીઝ QD Mini LED ટેકનોલોજી અને 4K અલ્ટ્રા HD ડિસ્પ્લે સાથે આવે છે, જે ગ્રાહકોને સિનેમેટિક અનુભવ પૂરો પાડશે.

રૂ. 2,000માં બુકિંગ અને ખાસ ઓફર્સ ગ્રાહકો માત્ર રૂ. 2,000 ચૂકવીને 21 એપ્રિલ 2026 સુધી આ ટીવીનું પ્રી-બુકિંગ કરાવી શકે છે. વિજય સેલ્સ આ સિરીઝ માટે Xiaomi નું એક્સક્લુઝિવ રિટેલ પાર્ટનર છે. સૌથી મહત્વની વાત એ છે કે જે ગ્રાહકો 21 એપ્રિલ પહેલા બુકિંગ કરાવશે તેમને 4 વર્ષની કોમ્પ્રીહેન્સિવ વોરંટી મળશે, જ્યારે ત્યારબાદ બુકિંગ કરાવનારને 3 વર્ષની વોરંટી મળશે.

Xiaomi TV S Mini LED ના મુખ્ય ફીચર્સ:

  • ડિસ્પ્લે: આ શ્રેણી 55, 65 અને 75 ઇંચના સ્ક્રીન સાઈઝમાં ઉપલબ્ધ છે. તેમાં 1200 નિટ્સની બ્રાઈટનેસ અને લોકલ ડિમિંગ ટેકનોલોજી છે.

  • વિઝ્યુઅલ: 4K અલ્ટ્રા HD રિઝોલ્યુશન, ડોલ્બી વિઝન (Dolby Vision), HDR10+ અને ફિલ્મમેકર મોડ જેવા પ્રીમિયમ ફીચર્સ આપવામાં આવ્યા છે.

  • ઓડિયો: શ્રેષ્ઠ અવાજ માટે 34W ની ક્વાડ સ્પીકર સિસ્ટમ છે, જે ડોલ્બી એટમોસ (Dolby Atmos) અને DTS:X ને સપોર્ટ કરે છે.

કિંમત અને બેંક ઓફર્સ: કંપનીએ આ પ્રીમિયમ ટીવીની કિંમતો ખૂબ જ સ્પર્ધાત્મક રાખી છે. HDFC, SBI, ICICI અને Axis બેંકના કાર્ડ્સ પર રૂ. 10,000 સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક પણ મળી રહ્યું છે. કેશબેક પછીની અસરકારક કિંમતો નીચે મુજબ છે:

  • 55-ઇંચ મોડલ: રૂ. 48,999

  • 65-ઇંચ મોડલ: રૂ. 66,999

  • 75-ઇંચ મોડલ: રૂ. 89,999