ભરૂચના વાગરા તાલુકાના કલમ ગામના દરબાર ફળિયામાં રહેતી અનિશાબેન સિકંદર સણવી દરબાર ફળિયામાં મારવાદીની દુકાન પર મચ્છર અગરબત્તી લેવા ગયા હતા તે દરમિયાન રીક્ષા લઈને આવેલ ઇકબાલ સુલેમાન સાધુએ અનિશાબેનના પુત્ર મોહમ્મદ ફૈઝ ત્યાં ઉભેલ હોઈ તેને તું આજકાલ ભાજપનો ઝંડો લઈને બવ ફરે છે અને આખા ગામમાં પ્રચાર કરે છે પરંતુ અમારા ફળિયામાં ભાજપનો પ્રચાર કરવા આવતો નહીં કહી અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી હતી. તેની માતા પર લોખંડના પાળિયા વડે હુમલો કર્યો હતો અને ધમકી આપી જતો રહ્યો હતો. મારામારી અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.