પંજાબ કિંગ્સે IPL 2026માં સતત સાતમી જીત નોંધાવી છે. ટીમે રવિવારે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 2 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 265 રનનો લક્ષ્યાંક 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ IPL ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ છે.
You set the target. We set the rules. 💥 pic.twitter.com/sctypOmMSO
— Punjab Kings (@PunjabKingsIPL) April 25, 2026
દિલ્હી તરફથી કે.એલ. રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી. પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહે દિલ્હી કેપિટલ્સ સામે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન, તેણે એક ઓવરમાં છ ચોગ્ગા પણ ફટકાર્યા..
6️⃣ 𝐛𝐚𝐚𝐫 𝐜𝐡𝐚𝐚𝐚𝐚𝐫, 𝐦𝐚𝐭𝐭 𝐤𝐚𝐫𝐨 𝐯𝐢𝐜𝐡𝐚𝐚𝐚𝐚𝐚𝐫 🔥 pic.twitter.com/xSfoyfVcZY
— Punjab Kings (@PunjabKingsIPL) April 25, 2026
