• સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર

  • તાલુકા પંચાયતની પાલેજ બેઠક પર રસાકસી સર્જાય

  • મત ગણતરીમાં કરવામાં આવ્યું હતું રી-કાઉંટિંગ

  • કોંગ્રેસના ઉમેદવારનો માત્ર એક મતથી વિજય થયો

  • મોહસીન પઠાણ એક મતથી જીતતા સમર્થકોમાં ઉત્સાહ 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવ્યા હતાત્યારે ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ બેઠક પર રસાકસી જોવા મળી હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મોહસીન પઠાણનો માત્ર એક મતથી વિજય થયો છે.

આ બેઠક માટેની મત ગણતરીમાં રી-કાઉંટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર એક મત વધુ મળતા મોહસીન પઠાણને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમતદારોએ આપેલો એક એક મત કેટલો કિંમતી હોય છે. તે ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ બેઠક પરથી સામે આવ્યું છે. મોહસીન પઠાણ માત્ર એક મતથી વિજયી થતાં તેઓના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.