અંકલેશ્વરના સરગમ કોમ્પલેક્ષ વિસ્તારમાં એક ઈસમ કર્ણાટક પાર્સિંગની પલ્સર બાઈક લઈ ફરી રહ્યો છે. જે શંકાસ્પદ હાલતમાં છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી.અને અનસ શો રૂમની બાજુમાં આવેલ જૂની મામલતદાર કચેરીની ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે બાતમી વાળો ઈસમ મળી આવ્યો હતો.
પોલીસે તેની પાસે રહેલ બાઇકના દસ્તાવેજો અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે યુપીના સેકન્ડ પુસ્તા ઇન્દીરાપુરમ કોલોની ખાતે રહેતો હયાતખાન આમીરખાનની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
