-
અંકલેશ્વરમાં આયોજન
-
જુના સક્કરપોર ગામે આયોજન
-
મંદિરનો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર: જુના સક્કરપોર ગામે વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ત્રિવિધ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન, ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના જુના સક્કરપુર ખાતે આહીર વહરકા પરિવાર દ્વારા નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું ભરૂચ | ધર્મ દર્શન
અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપુર ગામે આઈ શ્રી ખોડીયાર માતાજી, શ્રી કાલિકા માતાજી તેમજ શ્રી ખત્રીદાદાના નવનિર્મિત મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સમસ્ત આહીર વહરકા પરિવાર દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર હોમ-હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ મહાઆરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી.
