ભરૂચના નબીપુર નજીક મોડી રાત્રીએ એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

ટ્રક રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક અનુમાન મુજબ આગ ટેક્નિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.