• PM મોદી દ્વારા ડીઝલ અને ઊર્જા બચત માટે આહ્વાન

  • રાજ્ય સરકાર-નિગમ સ્તરે ગંભીરતાપૂર્વક નોંધ લેવાય

  • એસટી. વિભાગ ઊર્જા અને ડીઝલની બચત માટે સજ્જ

  • ઓપન હાઉસ’ દ્વારા કર્મચારીઓને માહિતગાર કરાયા

  • લોકોને સરકારી પરિવહન સેવાનો લાભ લેવા અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડીઝલ અને ઊર્જા બચત માટે કરવામાં આવેલા વિશેષ આહવાન બાદ હવે રાજ્ય સરકાર અને નિગમ સ્તરે પણ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છેતારે ભરૂચ એસટી. વિભાગ દ્વારા ઊર્જા અને ડીઝલની બચત માટે સઘન તૈયારીઓ અને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ રાજ્ય સરકાર અને એસટી. નિગમ તરફથી ઊર્જા બચત અંગે ખાસ સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે ઓપન હાઉસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન હાઉસમાં ડ્રાઈવરકંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓને એકત્રિત કરીને ઊર્જા બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભરૂચ એસટી. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કેઆપણો એક નાનો પ્રયાસ પણ ઊર્જા બચતમાં મોટો ફાળો આપી શકે છે. ડ્રાઈવરો પોતાના વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરેયોગ્ય ડ્રાઈવિંગ પદ્ધતિ અપનાવે અને ગાડીઓની સરેરાશ (KMPL) સુધારીને ડીઝલની બચત કરે તે માટે કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. હાલ પૂરતી બસોની ટ્રિપો પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નથી. ભરૂચ ડેપો પાસે પૂરતો ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છેઅને તેનો સપ્લાય પણ નિયમિત રીતે ચાલુ છે.

ભવિષ્યમાં જો કોઈ પરિસ્થિતિ ઊભી થશેતો ઉચ્ચ કક્ષાએથી મળનારી સૂચનાઓ મુજબ આગળનું પ્લાનિંગ કરવામાં આવશે. વધુમાં ગ્રામીણ વિસ્તારોમાંથી જે પણ એસટી. બસો દોડે છેતેનો લોકો મહત્તમ ઉપયોગ કરે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારથી શહેરોમાં આવવા-જવા માટે લોકો પોતાના પ્રાઈવેટ વાહનોનો ત્યાગ કરીને સરકારી પરિવહન સેવાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.