રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), નવી દિલ્હીના માનનીય સભ્ય  પ્રિયાંક કાનુનગો આગામી તા.૨૨મી મે ૨૦૨૬ ના રોજ ભરૂચ જિલ્લાની મુલાકાતે પધારનાર છે.

આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લામાં માનવ અધિકાર, સમાવેશી વિકાસ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની વિસ્તૃત સમીક્ષા કરનાર છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતના આગોતરા આયોજન અને તેની તૈયારીઓ માટેના સંકલન માટે ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ઘવાણેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના વી.સી. રૂમ ખાતે વિવિધ લાઈઝન અધિકારીશ્રીઓની સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટરે બેઠકમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તેમને સંલગ્ન વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરી જરૂરી સુચનો આપ્યા હતા.