અમરનાથ યાત્રાની તારીખ 3 જુલાઈ શુક્રવારથી શરૂઆત થઇ છે.આ યાત્રા 57 દિવસી સુધી ચાલશે.બાબા બરફાનીની પવિત્ર ગુફામાં આશીર્વાદ લેવા માટે યાત્રાળુઓની પ્રથમ ટુકડી ગાંદરબલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પ અને અનંતનાગ જિલ્લાના પહેલગામ બેઝ કેમ્પથી રવાના થઈ હતી.

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, પ્રથમ ટુકડીના યાત્રાળુઓ, સુરક્ષાકર્મીઓ અને સહાયક સ્ટાફ સહિત કુલ 9 હજાર લોકો આજ સાંજ સુધીમાં યાત્રા પૂર્ણ કરશે.

યાત્રાના માર્ગ પર દર બે કિલોમીટરે ઓક્સિજન બુથ ઉભા કરવામાં આવ્યા છે. ડોમેલ માર્ગ પર ચાર સ્થળોએ મોટી સ્ક્રીન પર હવામાન અંગેની માહિતી દર્શાવવામાં આવી રહી છે. બાલતાલ માર્ગ પર 12 સ્થળોએ વોટરપ્રૂફ ડોમ (તંબુ) બનાવવામાં આવ્યા છે.