ભરૂચની વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે પુર અસરગ્રસ્તોને સહાય ચૂકવતા નારાજગી વ્યક્ત કરી છે.

ભરૂચના વાલિયા તાલુકાના સિલુડી,કોંઢ અને વટારીયા ગામમાં ભારે વરસાદને પગલે તારાજી સર્જાયા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઇ વસાવા અને ચૂંટાયેલ બોડીને જાણ બહાર ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટે તાલુકા પંચાયતના સ્વભંડોળની રકમમાંથી ખર્ચ કરી સહાય ચુકવણીના બિલ બનાવીને  ચેક વિતરણને બોગસ હોવાના સાથે તાલુકા પંચાયતની ચૂંટાયેલ બોડીને જાણ કર્યા વિના આ કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ચેક વિતરણ કરી ચેક પરત લઈ હલકી પ્રસિદ્ધ મેળવવા આ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. સાથે પત્ર લખી દિન ત્રણમાં આ બાબતે ટીડીઓ પાસે ખુલાસો માંગ્યો છે.