ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
ડિસ્ટ્રીકટ બેંકના હોલ ખાતે આયોજન
5 સહકારી મંડળીની સામાન્ય સભા યોજાય
વિવિધ બાબતે કરાય ચર્ચા
સહકારી આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ ડિસ્ટ્રીક બેંકના હોલ ખાતે જિલ્લાની પાંચ સહકારી સંઘની સામાન્ય સભા યોજાય હતી જેમાં સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ડિસ્ટ્રીક બેંકના હોલમાં 5 સહકારી સંઘ ની સામાન્ય સભા મળી હતી જેમાં ભરૂચ જીલ્લા સહકારી સંઘ,ધી ભરૂચ જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ,ધી ભરૂચ કો.ઓ. કોટન માર્કેટીંગ યુનિયન, ભરૂચ ડિસ્ટ્રીકટ ક્રેડીટ સોસાયટીઝ કો.ઓ.ફેડરેશન અને ભરૂચ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘનો સમાવેશ થાય છે. જેમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા શ્રેષ્ઠ સહકારી મંડળીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ ડિસ્ટ્રિકબેંકના હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરુણસિંહ રણાસહકારી આગેવાન કરશન પટેલ, રાજનીકાંત રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને ઉત્તમ કામગીરી માટે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
