ભરૂચમાં કરવામાં આવશે આયોજન
ન્યાયાલયોમાં આયોજન કરાશે
લોક અદાલત યોજાશે
તારીખ 11 જુલાઈના રોજ આયોજન
કેસોનો સમાધનથી નિકાલ કરાશે
ભરૂચ જિલ્લા ન્યાયાલય સહિતની તમામ અદાલતોમાં 11 જુલાઈના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ જજની સુચના અનુસાર જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત કાર્યરત થશે.
આ લોક અદાલતમાં કોર્ટમાં પેન્ડિંગ હોય તેવા અને પ્રિ-લિટિગેશન એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર.કે.દેસાઈ અને ફૂલ ટાઈમ સેક્રેટરી પી.પી.મોકાશીએ જણાવ્યું હતું કે, પક્ષકારો અને વકીલો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. સમાધાનથી નિકાલ લાવવા ઇચ્છતા પક્ષકારોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અથવા જે તે તાલુકા કક્ષાએ કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.
